
ગાંધીનગર: દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે whatsapp નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે
કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ whatsapp નંબર પર અરજી કરીને ફરિયાદ કરી શકાશે. આ નિર્ણય પછી વિવિધ રજૂઆતો,અરજી, ફરિયાદ સહિતની બાબતી મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકારી મુખ્યમંત્રી કાર્યાલયના whatsappનંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓની સમજવાની અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો સાથે સીધી જ સંપર્ક સાધવા માટે કાર્યાલય દ્વારા આ whatsapp નંબર જાહેર કરાયો છે.