વાંકાનેર તાલુકાના માટેલ ગામના એક શખ્સ જે રીક્ષામાં બેઠો હતો તે રીક્ષા મોરબીના પાડાપુલ ઉપરથી પસાર થઈ હતી ત્યારે
કોઈ કારણોસર પલટી મારી જતા તેમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર
બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા
મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પાડાપુલ ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર
અકસ્માતે તે રીક્ષા પલટી મારી ગઈ હતી અને જેથી કરીને રિક્ષામાં બેઠેલ રાજુભાઈ પારઘી (૨૮) રહે. માટેલ વાળા સહિત ત્રણને ઇજાઓ થઈ હતી અને ઇજા
ગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી
સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે છે અને વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપવામાં આવી છે.