ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે
સરકાર દ્વારા થયેલ ડિજિટલ નવી માપણીમાં ઘણા બધા ખેડૂતોને જમીન ઓછી થઈ ગઈ છે અને જુના માપ પ્રમાણે પણ માપ સાઈઝ નથી. આ બાબતે ઘણા ખેડૂતોએ સ્થાનિક લેવલે વાંધા અરજીઓ પણ કરી છે, પરંતુ તેનો કોઈ યોગ્ય પ્રત્યુતર મળેલ નથી કે આજદિન સુધી
તેઓના રેકર્ડમાં કોઈ સુધારો કરવામાં આવેલ નથી કે મૂળ જેટલી જમીન હતી તે જમીનનું રેકર્ડ પણ કરી આપવામાં આવેલ નથી. આવો પ્રશ્ન સમગ્ર ગુજરાતભરનો છે; તો કયારે ખેડૂતોને પોતાનીજમીનનુ સાચા માપ મુજબનું રેકર્ડ મળશે?
જમીનની વાસ્તવિક સ્થિતિ હતી, તેના કરતાં માપણીમાં અલગ વિગતો સાથેનું રેકર્ડ બનતા જમીનના ટાઇટલ મળતા નથી. તેના કારણે દસ્તાવેજ બનાવવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય અને બૅન્કની લોન લેવામાં પણ મુશ્કેલી પડે છે. રેકર્ડ સુધારા માટે મોટા પ્રમાણમાં ખર્ચ થાય છે, જેથી ખેડૂતોના હિતમાં આ રેકર્ડ સુધારવા માટેની માગણીઓ પેન્ડિંગ છે; તેથી તમામ જિલ્લા અને તાલુકામાં ડીઝીટલ માપણી પહેલા જમીનની જે માપસાઈઝ તેવી અને તેટલી જ માપ સાઈઝ રેકર્ડમાં જે હોય તે મુજબની કરી આપવા જે ખેડૂતોએ અરજી કરેલ હોય
અને જેની અરજીઓ પરત્વે તાત્કાલિક અસરથી તમામ ખેડૂતોને લાભ થાય તે માટે પેન્ડિગ હોય તે તમામ અરજીનો નિકાલ તાત્કાલિક ખેડુતોના હિતમાં કરવો જરૂરી છે. તેમજ આવી નવી અરજીઓનો નિકાલ પણ નિયત સમય મર્યાદામાં કરવામાં આવે તે ખેડૂત આલમ માટે અતિ આવશ્યક છે.