વાંકાનેર શહેર મધ્યે આવેલ સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન જવા માટેનો એક માત્ર મુખ્ય માર્ગ છે અને તે રસ્સા પર આવેલ નાલુ છેલ્લા એકાદ માસથી વચ્ચેથી તુટી ગયેલ છે. નાલુ એટલી હતે તુટી ગયેલ હોવાથી માણસ સ્કુટર સહિત અંદર સમાય જાય તેટલો ખાડો પડી ગયેલ છે. આ ઉપરાંત પશુઓ પણ અવારનવાર અંદર પડી જતા જોવા મળે છે. ઉપરોકત રસ્તા બાબતે સીટી મહીલા પીઆઈ એચ.વી. ઘેલા દ્વારા અનેક વખત લેખીત તથા મૌખીક રજુઆત વહીવટદાર યુ.વી. કાનાણી તથા ચીફ ઓફીસર ગીરીશભાઈ સરૈયાને કરવામાં આવી હોવાનું ગઈકાલે સીટી પોલીસ સ્ટેશનમાં પત્રકારોની યોજાયેલ મીટીંગ દરમ્યાન આ મુદો ઉછળ્યો હતો. આ બાબતે તંત્રને ટેલીફોનીક પુછપરછ કરતા તેમને એવો જવાબ આપ્યો કે ઉપરોકત કામના ટેન્ડર બહાર પાડેલ છતા કોઈ ટેન્ડર ઉપાડતા નથી.
આ મુદ્દે તંત્રએ કોઈ ટેન્ડર ન ઉપાડે તો રોજમદાર કડીયા રાખીને ગંભીર અકસ્માતની ઘટના ઘટે તે પહેલા ઉપરોકત નાલાની મરામત કરવી જોઈએ તેવું પોલીસ પરિવાર, સ્થાનિક વેપારીઓ, ત્યાંના રહીશો તથા પત્રકારોએ માંગ કરી છે.
હાલ ચોમાસાની ઋતુમાં ચાર છાંટા વરસાદ પડે કે તુરત લાઈટ ગુલ થઈ જતી હોય છે. જે ઉપરોકત રસ્તા વચ્ચોવચ્ચ પડેલ ખાડો કોઈપણ રાહદારીનો ભોગ લ્યે તે પહેલા તંત્રએ જાગૃત થઈ મરામત કરવી જોઈએ તેવું પોલીસ અધિકારીઓ ઈચ્છી રહ્યા છે. આવતા સપ્તાહમાં પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર (આઈપીએસ) કક્ષાના અધિકારી વાંકાનેર આવતા હોય અને વાંકાનેર પોલીસ સ્ટેશન મુલાકાતે આવતા હોય ત્યારે ઉપરોકત તુટેલુ નાલુ તથા આસપાસ ગંદકીથી ખદબદતો હોકરો જે દુગર્ંધ ફેલાતો નાકે ડુચો દઈ પસાર થવાનું ફરજીયાત થઈ ગયું છે.હાલમાં કોલેરા ડાકલા વગાડે છે ત્યારે વાંકાનેર પાલીકા ઘોર નિંદ્રામાં પોઢી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ મીટીંગમાં ભાટી એન., લિતેશભાઈ ચંદારાણા, મહંમદભાઈ રાઠોડ, મુકેશ પંડયા, શરાફુદીનભાઈ માથકીયા, આરીફ દિવાન સહીતના ઉપસ્થિત રહ્યા હતા.