એક વર્ષથી કામ ચાલતું હોઈ વાહન ચાલકો ત્રાહિમામ
વાંકાનેર: અહીંના માટેલ ગામથી જામસર ચોકડી સુધીના રોડનું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે. જે કામ ઝડપથી પૂર્ણ કરાવવાની માંગ સાથે ગામના અગ્રણીએ કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે યાત્રાધામ માટેલ ગામથી જામસર ચોકડીના માર્ગનું હાલમાં નવીનીકરણ છેલ્લા એક વર્ષથી ગોકળગાય ગતિએ કામગીરી ચાલી રહી છે. જેથી રાહદારીઓ અને યાત્રીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક અકસ્માતો સર્જાય રહ્યા છે. 

માર્ગ પર મોટા સ્પીડ બ્રેકર બનાવેલા છે. જેથી રાત્રીના બાઈક ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડે છે. વાહનોને નુકશાન થઈ રહ્યું છે. જેથી રસ્તાનું કામ પૂર્ણ કરવા વહેલી તકે કામ પૂર્ણ કરવા આદેશ આપવા માંગ કરી છે.
