ચંદ્રપુર ગામના બોર્ડ પાસેનો બનાવ
વાંકાનેર: ઉધારીમાં લીધેલ ફર્નિચરના કરીયાવરના સામાનના પૈસા માંગતા તેમાં વચ્ચે રહેલ ચંદ્રપુરના વ્યક્તિને ઇંટનો છુટો ઘા મારી ઈજા પહોચાડવાનો બનાવ બનેલ છે જેની ફરિયાદ નોંધાઈ છે…
જાણવા મળ્યા મુજબ ચંદ્રપુરના ઇસ્માઇલભાઇ ફતેહભાઈ શેરશીયાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૫/૦૫/૨૦૨૫ ના સાંજના ચંદ્રપુરના બોર્ડ પાસે હતો ત્યારે મે કાદરભાઈ અલ્લારખાભાઇ સંધી રહે.લાલપર વાળાને ફોન કરેલ અને તેને કમાન ફર્નિચરમાથી કરીયાવરનો સામાન લીધેલ હોય જેના તેને પૈસા બાકી રાખેલ હોય અને તેમાં હુ વચ્ચે રહેલ હોય જેથી તે માંગતા તેને મને કહેલ કે ‘તમે ક્યા છો હુ ત્યા આવુ’ તેમ કહેતા મે તેને કહેલ કે
‘હુ ચંદ્રપુરના બોર્ડ પાસે છુ’ બાદ થોડીવારમાં આ કાદર ત્યા આવેલ અને ત્યા આવીને મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ, જેથી મે તેને ગાળો દેવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ત્યા પડેલ ઇંટનો છુટો કરેલ જે ઘા માથાના પાછળના ભાગે લાગેલ અને લોહી નિકળવા લાગેલ. આજુબાજુમા માણસો ભેગા થઈ જતા આ કાદર ત્યાથી જતો રહેલ અને મને મારો ફુઇનો દિકરો નશરૂદિનભાઇ દેકાવાડીયા તથા મહેબુબભાઇ અલીભાઇ વડાવીયા મોટર સાયકલમાં વચ્ચે બેસાડી પાસલીયા હોસ્પીટલ ખાતે લઈ ગયેલ અને ત્યાં બે ટાંકા લઈ રજા આપેલ છે…