વાંકાનેર: અહીંના મામલતદાર કે.વી. સાનિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના સહાય શાખામાં પત્ર લખીને 102 વૃદ્ધોના પેન્શન ફરી શરૂ કરવા જણાવાયું છે…
મહત્વની વાત એ છે કે, વાંકાનેર તાલુકાના 102 જેટલા પેન્શનના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવી ન હોવાથી તેઓનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ લાભાર્થીઓએ ખરાઈ કરાવી લીધી હતી અને
પેન્શન ફરી ચાલુ કરી આપવા અરજી કરી હતી. આ અરજી અન્વયે વાંકાનેર મામલતદાર કચેરી દ્વારા ડિસેમ્બર-2024 થી લઈને જાન્યુઆરી-2025 સુધીમાં ત્રણ વખત પત્ર લખીને કલેક્ટર કચેરીમાં જાણ કરી હતી તેમ છતાં લાભાર્થીઓનું પેન્શન ચાલુ ન થતાં ફરી વખત
વાંકાનેર મામલતદાર દ્વારા કલેક્ટર કચેરીમાં સહાય શાખામાં પત્ર લખી લાભાર્થીઓનું પેન્શન ચાલુ કરવા જણાવાયું છે. સાથે સાથે લાભાર્થીઓના નામની યાદી પણ મોકલવામાં આવી છે…