બોલો….બોલો…. X 1000 X 1000
વાંકાનેર: વઘાસીયા પાસેના બોગસ ટોલ નાકાની ચર્ચા અત્રે માત્ર ગુજરાત જ નહીં, માત્ર ભારત જ નહીં પણ વિશ્વ લેવલે થઇ રહી છે. ટીવી, અખબારો અને સોશિયલ મીડિયામાં સારી પેઠે કવરેજ મળી રહ્યું છે અને કૌભાંડ કરોડોમાં થયાના અહેવાલો છે, ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને બબ્બે સાંસદે અત્યાર સુધી આ બાબતે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. મોઢા સીવી લીધા છે.
કૌભાંડ જગજાહેર છે- હતું. ઉઘરાણાની અમને ખબર નહોતી એવો વહીવટી તંત્ર કે નેતાઓનો રાગ લોકોના ગળેથી નીચે ઉતરે તેમ નથી. ‘ખાતો નથી- ખાવા દેતો નથી’ માનનીય વડાપ્રધાન મોદીના આ શબ્દો સ્થાનીક નેતા ભૂલી ગયા લાગે છે.
સ્થાનીક નેતાની ચૂપકીદીની હવે એમના મતદારોમાં અવળી અસર ઉભી કરી રહી છે. લાગેલા અલીગઢીયા તોડી હવે જાજુ નહીં, માત્ર ત્રણ શબ્દો તો ઉચ્ચારો ! માત્ર એટલું કહો કે “અમે વખોડીયે છીએ” અન્ય વિષયો પર મોટા મોટા અવાજે (બરાડા) ટેબલ પર હાથ પછાડી, હાથ પછાડવાનું રિએક્શન સભાના શ્રોતાગ્રણમાં આમતેમ નજર ફેરવી- ઝીલી ખુદને મોટા ભા સમજતા નેતાઓની ચુપકીદી પ્રજાને ખટકે છે, જેમ અગાઉ વાંકાનેર તાલુકા પંચાયતના શિક્ષણ ક્ષેત્રે થયેલા ભ્રષ્ટાચારની ઉજાગર વેળાએ ચૂપકીદી ખટકતી હતી. કાયદો કાયદાનું કામ કરશે, એવા ચીલાચાલુ શબ્દોનો સહારો હાંસીપાત્ર બની રહે એવી સિચ્યુએશન છે. ખૂદને પૂછો: તમારા અંતરાત્માને પૂછો, જો હોય તો…અનુભૂતિ વાંકાનેરવાસીઓને જોઈએ છે…. બોલો….બોલો…. X 100
ઢાંક્યું નહીં ઢંકાય જયારે સંસદમાં પડઘા પડશે….
બોલો….બોલો…. X 1000 X 1000
તમારા બોલવા પર અભિનંદન આપવા પ્રજા આકુળ-વ્યાકુળ છે…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો