દીઘલીયા ગામની ઘટના
ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
વાંકાનેર: ભત્રીજાને છરી કેમ બતાવી હતી? તેમ પૂછવા ગયેલા તાલુકાના દીઘલીયાના યુવાનને છરીના ઘા ઝીંકાયા હતા. ગામના જ શખ્સ સામે આક્ષેપ કરાયા છે. ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે










મળેલ માહિતી મુજબ દીઘલીયાના રૂકમુદ્દીન હુસેનભાઈ શેરસિયા (ઉંમર વર્ષ 38) ગઈ કાલે સાંજે 6:30 વાગ્યા આસપાસ દીઘલીયા ગામમાં ભરવાડ વાસમાં હતા ત્યારે સામે વાળા તનવીર ખલીફાએ ઝઘડો કરીને છરી વડે માર મારતા છાતીના ભાગે તથા હાથે ઇજા થતાં પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. રૂકમુદ્દીનભાઈ એ જણાવ્યું કે, 










હું ડ્રાયવિંગ કરું છું. મારાં ભત્રીજા તોહીદ (ઉંમર વર્ષ 20)ને સામેવાળા તન્વીરે છરી બતાવી ધમકી આપેલી. જેથી રૂકમુદ્દીનભાઈએ છરી કેમ બતાવી તેનું કારણ અને બંને વચ્ચે કંઈ ઝઘડો હોય તો તેનો હેતુ જાણવા અને તન્વીર બીજી વાર આવું ન કરે તે માટે સમજાવવા વાતચિત કરી હતી, પણ તન્વીર ઉશ્કેરાયો. એક્ટિવાની ડીકીમાંથી છરી કાઢી રૂકમુદ્દીનભાઈને છાતીમાં અને ખંભા ઉપર તેમજ બાવડામાં છરીનો ઘા માર્યો હતો. ઈજાગ્રસ્ત રૂકમુદ્દીનભાઈને સારવારમાં ખસેડાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી…

