પક્ષી માત્ર 10 સેકન્ડમાં તો ઘસઘસાટ ઊંઘી જાય છે
માણસ ઉંઘમાં હોય ત્યારે તેને આજુબાજુની કોઈ સ્થિતીની ખબર નથી હોતી. માણસને સુવા માટે એક ચોક્કસ જગ્યાની પણ જરૂર પડે છે. જો કે પક્ષીઓની દુનિયા તદ્દન ભિન્ન છે. પક્ષીઓ ક્યાંય પણ સુઈ શકે છે.
રાતે ઘણી વખત તમે જોયુ હશે કે પક્ષીઓ ઝાડની ડાળ પર કે પછી કોઈ પણ તાર પર બેઠા બેઠા જ ઉંઘી જતા હોય છે. હવે સવાલ એ છે કે આમ જ ઉંઘવા છત્તા પણ પક્ષીઓ નીચે કેમ નથી પટકાતા?
આમ થવા પાછળ એક નહીં ઘણા કારણો છે. જાણકારો અનુસાર, પક્ષીઓ ખૂબ જ ટૂંકી ઉંઘ લે છે. આ સિવાય જ્યારે પણ પક્ષીઓ સૂવે ત્યારે તેની એક આંખ ખુલ્લી હોય છે. આ રીતે તેમનું મગજ સક્રિય રહે છે. પક્ષી મનને એવી રીતે નિયંત્રિત કરે છે કે સૂતી વખતે તેમના મગજનો એક ભાગ સક્રિય રહે છે.
અહેવાલો અનુસાર, પક્ષીઓનો જે ભાગ સક્રિય હોય તે તરફની આંખ ખુલ્લી હોય છે. આ રીતે ઊંઘવાની ક્ષમતાને કારણે પક્ષી ઊંઘમાં હોય ત્યારે પણ કોઈપણ જોખમથી પોતાને બચાવી શકે છે.પક્ષીઓને સૂતી વખતે પણ શિકારીની નજીક હોવાનો અહેસાસ થઈ જાય છે. આ સિવાય તે ઝાડ પરથી પડતા બચી જાય છે.
આ સિવાય પક્ષીઓના પગની રચના એવી હોય છે કે તે ડાળ સાથે ચોંટી જાય છે. જ્યાં સુધી પક્ષીના પગ ફરીથી સીધા ન થાય ત્યાં સુધી તે ત્યાંથી હલતા નથી. સૂતી વખતે તેનો પંજો એક પ્રકારના લોકનું કામ કરે છે. ઘણા માણસોમાં અનિદ્રાનો રોગ હોય છે, પણ પક્ષીઓને ગાઢ નિંદ્રામાં જવા માત્ર 10 સેકન્ડ જેટલો સમય લાગે છે.