કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

રસ્તાઓ ભાંગી કેમ જાય છે? ટકાવારી ઝિંદાબાદ?

રસ્તાના લેયર, ડામરની થીકનેસ, ડસ્ટ સહિત તમામ પ્રક્રિયામાં મોટી ગોલમાલ : ટેન્ડરમાં દર્શાવાયા મુજબ કામ થાય તો જીંદગીભર રસ્તા ન તૂટે

100 ટકાને બદલે માંડ 40 ટકા કામ થાય; કોન્ટ્રાકટરો-અધિકારીઓની મીલીભગતને કારણે ‘લોટ-પાણીને લાકડા’ જેવી કામગીરી
10-20 ટકાનો ભ્રષ્ટાચારનો હિસ્સો નેતાઓ-અધિકારીઓના ભાગે જાય એટલે કોન્ટ્રાકટરો બીજા 20-40 ટકા પેટમાં પધરાવી લ્યે

સમગ્ર રાજયમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ શહેરી રસ્તાથી માંડીને હાઈવેના માર્ગોનું ધોવાણ થઈ જતા આમ આદમીથી માંડીને ટ્રાવેલ્સ-ટ્રાવેલ્સ સહિતના વેપાર ઉદ્યોગકારોમાં જબરો ઉહાપોહ સર્જાયો છે. રાજય સરકાર પણ ભીંસમાં આવી ગઈ હોય તેમ ધડાધડ રીપેરીંગ તથા કોન્ટ્રાકટરોને નોટીસ આપવા સુધીના એકશન લેવા માંડી છે.
ઘણા વર્ષોથી દર ચોમાસામાં સમાન ઘટનાક્રમ સર્જાતા હોવા છતા તે કેમ અટકતુ નથી? નવા નાકે દિવાળીની જેમ દર વર્ષે રસ્તા તૂટે, રીપેર થાય અને બધુ ભુલાઈ જાય. વાસ્તવમાં રસ્તા તૂટવા પાછળનું કારણ શું? બેફામ ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું સ્પષ્ટ છે પરંતુ કેટલી હદે અને કયા સ્તરથી ભ્રષ્ટાચાર થાય છે તે બાબત ચોંકાવનારી છે.
ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાથી માંડીને કામના કમ્પ્લીશન સુધીના દરેક તબકકે ભ્રષ્ટાચાર થાય છે. રાજકીય પક્ષ, નેતાઓ, અધિકારીઓ સુધીનો હિસ્સો નીકળે છે. કામ આપવાવાળા જ ભ્રષ્ટાચાર કરે તો અમે કયા પાછળ રહીએ તેમ વિચારીને કોન્ટ્રાકટર પણ નબળુ-આડેધડ કામ કરી નાખે છે. ‘સૌનો નિકાસ’ જેવા ઘટનાક્રમનો ભાંડો નામ નહીં દેવાની રાહતે એક સરકારી કોન્ટ્રાકટરે જ ફોડયો છે.
આ સરકારી કોન્ટ્રાકટરના કહેવા પ્રમાણે ભ્રષ્ટાચાર વિશે તંત્ર-અધિકારીઓ કે નેતાઓ ભલે ગમે તેવા દાવા કરતા હોય પરંતુ ટેન્ડર તૈયાર કરવાની પ્રક્રિયાથી જ સેટીંગ શરૂ થઈ જાય છે અને તેમાં રીતસર એક સિન્ડીકેટ જ રચાય જાય છે અને અધિકારીઓ બદલાય તો પણ આ ‘સિન્ડીકેટ’ માં કોઈ બદલાવ થતો નથી.
ગુજરાતમાં જ રસ્તા તથા સિવિલવર્કના કામોના જ કોન્ટ્રાકટ આવતા કોન્ટ્રાકટરે નિખાલસતાથી કબુલ્યુ કે રસ્તાના કામોના ટેન્ડર બહાર પડે ત્યારે તેમાં રસ્તા બનાવવા માટે કરવી પડતી લેયર, રેતી-કપચી-સિમેન્ટ-ડસ્ટ સહિતના ઉપયોગની માત્રા, ડામરની થીકનેસ સહિતની શરતો લાવવામાં આવતી હોય છે. મોટુ કામ હોય અને કોઈ ચોકકસ એજન્સીને જ આપવાનું અગાઉથી નકકી હોય તો એકાદ શરત એવી રાખવામાં આવે છે જેમાં સંબંધીત પાર્ટી જ કવોલીફાય થતી હોય.
ટેન્ડર ભરવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ કામ સોંપવાનું બીજુ કદમ હોય છે. જે એજન્સીને કામ આપવાનુ થતુ હોય તેને રૂબરૂ તેડાવીને બે ટકા કે નિશ્ચિત ટકાવારી એડવાન્સમાં લેવાય છે અને ત્યારપછી જ વર્કઓર્ડર અપાય છે. કામ મંજુર કરનાર રાજકીય બોડીનો આ હિસ્સો હોય છે.
ત્રીજા સ્ટેજ પર અધિકારીઓનો વારો આવે છે. તેમાં પણ ટકાવારી નિશ્ચિત હોય છે. ઉપરાંત અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવે ત્યારે ‘સરભરા’ કરવાનો ખર્ચ પણ કોન્ટ્રાકટર માથે હોય છે.
શરૂઆતથી જ સેટીંગ હોય એટલે કામના કમ્પ્લીશન અને પેમેન્ટ પુર્ણ થતા સુધી ગોઠવણ મુજબ વ્યવહાર થાય છે. આ દરમ્યાન અધવચ્ચે વધારાના કામ રૂપે નાણાં વધારી દેવામાં પણ આવતા હોય છે.
≈ 100માંથી 40 ટકા જ કામ
દરેક તબકકે નિશ્ચિત ટકાવારી પેટે નાણાં ચુકવવા પડતા હોવાના કારણોસર ટેન્ડરની શરતો મુજબ કામ કરવાનું કોન્ટ્રાકટર માટે શકય જ રહેતુ નથી. હલ્કો માલ, ઓછો માલ વાપરીને આડેધડ કામ પૂર્ણ કરી લેવામાં આવે છે અને તેમાં સર્ટીફીકેટ પણ મળી જાય છે. એક સામાન્ય અંદાજ મુજબ 100 ટકા કરવાનુ કામ ગુણવતાના ધોરણે માત્ર 40 ટકાનુ જ રહેતુ હોય છે.
≈ ‘ઉપર’ જ સડો હોય એટલે કોન્ટ્રાકટરોને પણ જલ્સા
પૈસા વેરીને ગમે તે થઈ શકે છે તેવુ કહેવાય છે. રસ્તાની કામગીરીમાં પણ તે લાગુ પડે છે. કામ મંજુર કરવાવાળા જ ભ્રષ્ટાચાર આચરતા હોય તો પછી કોન્ટ્રાકટરોને ગમે તેવુ નબળુ કામ કરવા છતાં કામ ખેંચવાવાળુ કોઈ રહેતુ નથી. ભ્રષ્ટાચારમાં 10-20 ટકા ચુકવવામાં આવતા હોય તો 20-30 ટકાની ગોલમાલ ખુદ-કોન્ટ્રાકટર કરી નાખતા હોય છે.
≈ કયા-કયા ગોલમાલ થાય?
રસ્તાના કામોને લાગેવળગે છે ત્યાં સુધી ટેન્ડર પ્રક્રિયાને બાજુને મુકીને માત્ર કામમાં થતી ગોલમાલ વિશે વાત કરવામાં આવે તો સૌ પ્રથમ રસ્તાના “લોયર’માં ગોલમાલ થાય છે. વાસ્તવમાં નવો રસ્તો બનાવવાનો થાય ત્યારે ડામર ખોદી નિશ્ચિત માત્રામાં રેતી-કપચી-વેઈટમીકસ નાખી સમથળ કરવાનો હોય. એક રોડમાં જુદી-જુદી ત્રણ લેયર બનતી હોય છે. રેતી-કપચી-સિમેન્ટની માત્રામાં ફેરફાર કરીને ગોલમાલ થાય.
આ પછી ડામરની થીકનેસમાં ગોલમાલ થતા દાખલા તરીકે છ સેમી ડામરની લેયર કરવાની હોય તો ત્રણ કે ચાર સેમીની જ થાય. ડસ્ટની લેયરમાં પણ મોટી ગોલમાલ થઈ શકતી હોય છે.કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક
≈ સેમ્પલમાં સેટિંગ
રસ્તાના કામો દરમ્યાન સેમ્પલ લઈને ટેસ્ટીંગની કામગીરી પણ ફરજીયાત છે. કામની ગુણવતા યોગ્ય છે કે કેમ સહિતના પાસા ચકાસવામાં આવતા હોય છે. પરંતુ ચાલાક કોન્ટ્રાકટરો દ્વારા સમગ્ર કામમાં ચાર-પાંચ સ્થળોએ નિયત શરતો હેઠળ જ કામગીરી કરવામાં આવતી હોય છે અને સેમ્પલ લેવાની વાત આવે તો મોટાભાગે ત્યાંથી જ લઈને ‘સર્ટીફીકેટ’ આપી દેવાય છે.
≈ ઈન્કવાયરી નિકળે તો?
ઘણી વખત- મોટાભાગે લોકોના ઉહાપોહ કે અન્ય કોઈ કારણોસર-સેમ્પલના રિપોર્ટ ફેઈલ થતા હોય છે. નબળી ગુણવતાની પોલ ખુલતી હોય છે. આ સંજોગોમાં તપાસ કરવામાં આવે છે. પરંતુ તેમાં કોન્ટ્રાકટરોને ખાસ ચિંતા રહેતી નથી. પાંચ-સાત વર્ષ તપાસ ચાલતી રહે છે અને આ સમયગાળામાં બધુ ભુલાઈ જાય છે. તપાસ કરનારા પણ સરકારી વિભાગના જ રહેતા હોય છે તે સૂચક છે.
≈ ‘સડો’ દુર થાય તેમ નથી
કોન્ટ્રાકટર દ્વારા બેધડક એમ કહેવામાં આવ્યુ હતું કે ભ્રષ્ટાચારનો આ સડો નવો નથી. વર્ષો-દાયકાઓથી ચાલુ છે. સરકાર-અધિકારીઓ બદલાય તો પણ મોટાભાગે યથાવત રહેતુ હોય છે. અલબત, દરેક અધિકારી ભ્રષ્ટ જ નથી હોતા, આવા અધિકારીઓ આવે ત્યારે કોન્ટ્રાકટરો કામ કરવામાં રસ ઓછો કરી નાખે છે. મોટાભાગના કિસ્સાઓમાં ‘નેતાઓના માથે હાથ’ રહેતા હોવાથી ખાસ વાંધો આવતો નથી.
સૌજન્ય: સાંજ સમાચાર (દૈનિક- રાજકોટ)

Content Copying Forbidden !!

error: Content is protected !!