મોટાભાગના કાયદા ભાડૂતીની તરફેણમાં છે: કોઈ મકાન બઠાઈ ન જાય તે માટે જાણી લો નિયમો
જ્યારે પણ આપણે ભાડા પર મકાન લઈએ ત્યારે ભાડા કરાર કરવો પડે છે. ભાડાના કરારમાં ભાડાથી લઈને અન્ય ઘણી પ્રકારની માહિતી હોય છે. ભાડા કરાર હંમેશા 11 મહિના માટે જ કરવામાં આવે છે. જો તમે ક્યારેય ભાડાના મકાનમાં રહ્યા હો અથવા હજુ પણ રહેતા હો તો તમારા માટે જાણવું જરૂરી છે કે શા માટે ભાડા કરાર ફક્ત 11 મહિના માટે કરવામાં આવે છે. હવે આવું કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું છે?

નિયમ શું છે?
હકીકતમાં ભારતીય નોંધણી અધિનિયમ 1908ની કલમ 17(ડી) હેઠળ એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરારની નોંધણી કરાવવી કરજિયાત નથી. આનો અર્થ એ છે કે મકાનમાલિક માત્ર 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે.
શા માટે 11 મહિનાના ભાડા કરાર કરવામાં આવે છે?
કાનૂની નિષ્ણાતો કહે છે કે આનું એક મોટું કારણ આપણા દેશના જટિલ કાયદાઓ છે અને મોટાભાગના કાયદા ભાડૂતીની તરફેણમાં છે. આવી સ્થિતિમાં જો મિલકતના માલિકનો કોઈ ભાડૂઆત સાથે વિવાદ હોય અને તે ભાડૂત પાસેથી મિલકત ખાલી કરવા માગે છે તો તે તેના માટે ખૂબ મુશ્કેલ કાર્ય બની જાય છે. થોડીક ભૂલના કારણે મિલકતના માલિક પોતાની મિલકત માટે વર્ષો સુધી કાનૂની લડાઈ લક્વી પડે છે. તેથી જ ભાડા કરાર 11 મહિના માટે જ કરવામાં આવે છે.

વિવાદ પર શું થાય છે?
રૅન્ટ ટેનન્સી એક્ટમાં જો ભાડા અંગે વિવાદ થાય અને મામલો કોર્ટમાં જાય તો કોર્ટને ભાડું નક્કી કરવાનો અધિકાર છે. ત્યારે મકાનમાલિક તેનાથી વધુ ભાડું વસૂલી શકે નહીં.
કોણે ચૂકવવું પડશે?
આ સિવાય 11 મહિના માટે ભાડા કરાર કરવાનું મુખ્ય કારણ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીથી બચવાનું છે. કારણ કે જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે હોય તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં છે. ભાડા કરારની ફી ભાડૂત દ્વારા ચૂકવવાની રહેશે

કાયદેસર રીતે માન્ય છે?
11 મહિના માટે નોટરાઇઝડ ભાડા કરારનો મુસદ્દો તૈયાર કરવા કાયદેસર રીતે માન્ય છે. જો કોઇ વિવાદ હોય તો આ કરારો પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આવા ભાડાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રૂ. 100 અથવા રૂ 200ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.