વાંકાનેર : તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સમાં એક પરિણીતાનું મૃત્યુ થયું છે…
જાણવા મળ્યા મુજબ તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સ ફેકટરીના યુનિટ નંબર -2ની લેબર કોલોનીમાં રહેતી મૂળ ઝારખંડની બાલેમાદેવી જગમોહન બીરશા તિયું ઉ.24નામની પરિણીતા બેભાન થઈ ઢળી પડયા બાદ બેભાન હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલિસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
