રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રકે હડફેટે લેતા મોત
વાંકાનેર: વાંકાનેર-મોરબી હાઈવે પરથી પસાર થતાં મોટરસાયકલમાં સવાર પરિણીતાએ અચાનક કૂદકો મારતા પરિણીતાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ રાજસ્થાનની વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ એમ્બો સીરામીક કારખાનામા મજૂરી કરતી અને રહેતી હલ્કીબાઇ ઉર્ફે રેખા છગનભાઇ જાટવ તા.૨૩ના બપોરે સાડા બાર પોણા એક વાગ્યે મોરબી તાલુકા લાલપર પેટ્રોલ પંપ સામે વાંકાનેર- મોરબી નેશનલ હાઇવે રોડ પર હીરો કંપનીનુ HF DELUX મોડલ મોટર સાયકલ RJ-11-SM-3367 પર સવાર થઈને જતા હતાં. અને હલ્કીબાઇ ડરી જતા તેમણે ચાલુ બાઇકે કૂદકો માર્યો હતો.
જેને પગલે હલ્કીબાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજકોટમાં ચાલુ સારવાર દરમિયાન તા-૨૪ ના રોજ બપોરના સમયે તેમનું મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રકે હડફેટે લેતા મોત
વાંકાનેર- મોરબી હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા શ્રમિકને ટ્રકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં શ્રમિકનું મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના માટેલ રોડ પર લીજોરા સિરામિકમાં રહીને કામ કરતા ગેંદાલાલ કેદારનાથ ગોલહઇએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૩૮ વર્ષીય મૃતક શ્રમિક સંતોષ કેદાર પાલ ગેંદાલાલનો સંબંધી હોય અને તેમના માદરે વતન ઉત્તરપ્રદેશનો વતની હતો તથા સંતોષ છેલ્લા દોઢ વર્ષથી પેટીયું રળવા મોરબી તાલુકાના બંધુનગર ગામની પાસે આવેલ વેરોના સિરામિક કાર ખાનામા ગ્લેઝલાઇન ઉપર મજુરીકામ કરતો હતો. ગત તા. ૩૧/૧૦ના રોજ સાંજના ૦૮:૦૦ વાગ્યાના અરસામાં સંતોષ વેરોના સિરામિક કારખાના સામે આવેલ શોપીંગ સેન્ટર ખાતેથી સંતોષ શાકભાજી લઇને પોતાની ઓરડી પર પરત આવતો હતો
એ સમયે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતો હતો તે વખતે કોઇ અજાણ્યા વાહને સંતોષને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં સંતોષને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તેને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સંતોષને ચકાસીને મૃત જાહેર કર્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો