સોનાની બુટીના પૈસા ટ્રેકટર લેવા મોકલતા ભરેલું પગલું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ ફ્રીડમ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક ગ્રહિણીએ આપઘાત કાર્યનો બનાવ બન્યો છે.
આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી અને મજૂરી કામ કર્યા બાદ જે પૈસા એકત્રિત થયા હતા તે પૈસા મૃતક મહિલાના પતિએ પોતાના વતનમાં પોતાના પરિવારને ટ્રેક્ટર લેવા માટે જોતા હોય ત્યાં મોકલ્યા હતા.જ્યારે મૃતક મહિલાને તે પૈસા માંથી બુટી ખરીદવી હતી આ બાબતે થયેલી સામાન્ય તકરાર બોલાચાલીમાં મૃતક મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.!
આજના સમયમાં પરિવાર કરતાં પોતાને વધુ મહત્વ આપતા વલણના લીધે આવા બનાવો દિનપ્રતિદિન વધતા જાય છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હુવા પાસે આવેલ ક્રીડમ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સીતારામભાઈ સુઘાનીયાના પત્ની પૂરીબેન (ઉમર ૨૮) એ લેબર કવાર્ટરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો
જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને તેના ડેડબોડીને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં કરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત । જાહેર કર્યા હતા અને
ત્યારબાદ વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી.ઝાલા આગળની ચલાવી રહ્યા છે.