કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દીઘલિયા શાળામાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

નિબંધ સ્પર્ધા યોજવામાં આવી
કાર્યક્રમમાં ઈન ચાર્જ વનપાલ દલડી ઉપસ્થિત રહ્યા

વાંકાનેર: તા.૮/૧૦/૨૦૨૫, બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વી.એમ.ગોવાણી (ઈન ચાર્જ વનપાલ દલડી) ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ સ્વરૂપે શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી હતી. નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે ફૂલસ્કેપ ચોપડા આપવામાં આવ્યા હતા. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો સતીશકુમાર સરડવા, નરેશકુમાર સોલંકી, તૌસિફભાઈ બાવરા અને આરઝૂબેન મન્સૂરીએ જહેમત ઉઠાવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!