કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઉઘરાણાની રકમ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે ?

ગેરકાયદે ચાલેલા ટોલનાકાના ઉઘરાણા અંગે કોંગ્રેસનો સવાલ

ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત કહી કે મીઠી નજરથી ચાલતા ગેરકાયદે ટોલનાકામાં ભાજપના જ કાર્યકરોની સામે ફરિયાદ કરવામાં આવેલ છે અને આમાં મોટા માથાઓની સંડોવાયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય કે સંસદ સભ્ય આ બાબત કોઈ કાર્યવાહી કરવાની વાત કેમ કરતાં નથી ? અને ભાજપના જ આગેવાન અને કાર્યકરોએ સરકારને નુકશાન કર્યું છે ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ છે અને સૌથી મોટી વાત કે વર્ષોથી ગેટકાયદે ટોલનાકું ચલાવીને જે ઉઘરાણા કરવામાં આવેલ છે તે રકમ તેઓની પાસેથી વસૂલ કરવામાં આવશે કે કેમ તેવો સવાલ કોંગ્રેસના આગેવાનોએ ઉઠાવેલ છે.
મોરબી જીલ્લામાં નકલી ટોલનાકાનો મુદ્દો હાલમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય છે ત્યારે આ નકલી ટોલનાકે છેલ્લા વર્ષોમાં જે રકમના ઉઘરાણા કરવામાં આવેલ છે તે રકમ જવાબદાર અને આ નકલી ટોલનાકામાં સંડોવાયેલ લોકો પાસેથી વસૂલવામાં આવશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે ત્યારે આ બાબતે ધારાસભ્ય કે સાંસદ સભ્ય કેમ કશું બોલતા નથી ? અને જે કારખાનામાંથી ગેરકાયદે રસ્તો બનાવીને ઉઘરાણા કરવામાં આવતા હતા તે કારખાનાની જમીન સીઝ કરવામાં આવશે કે કેમ ? તે પણ સવાલ છે વધુમાં જણાવ્યુ છે કે, ગેરકાયદે ઉઘરાણા કરવા બાબતે ફરિયાદ નોંધાયા પછી ભાજપના ધારાસભ્યને સાથે રાખીને કારખાનાના માલિક એસપીને પોતાનો દીકરો નિર્દોષ હોવાની રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ પ્રતિનિધિ પ્રજાને પરેશાન કરતા પ્રશ્નો જેવા કે, વ્યાજખોરી, દારૂ, જુગાર, મારામારી અને કથડી ગયેલ કાયદો વ્યવસ્થા મુદે અનેક લોકો રજૂઆત કરે છે ત્યારે લોકોને સાથે લઈને ભાજપના ધારાસભ્ય લાગતા વળગતા અધિકારી પાસે રજૂઆત કરવા જશે ?

ભાજપની સરકાર અને ભાજપના જ આગેવાન અને કાર્યકરો આ નકલી ટોલનાકા ઉપર ઉઘરાણા કરતાં હતા અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ ત્યારે ભાજપના ધારાસભ્યને જેનું નામ ફરિયાદમાં છે તેને બચાવવાની રજૂઆત કરવા જતાં શરમ પણ આવતી નથી અને સરકારી અધિકારી કરેલ ફરિયાદ શું ખોટી છે તેવો સવાલ ઉઠાવીને ધારાસભ્ય પાસે જવાબ મંગેલ છે આ બાબત ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્ય ગેરકાયદે ઉઘરાણા કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવા ક્યારે રજુઆત કરશે ? અને લોકો પાસેથી છેલ્લા વર્ષોમાં ઉઘરાણા કરવામાં આવેલ રકમ તેની પાસેથી વસૂલ કરવા માટે કયારે રજૂઆત કરશે ? તેમજ કારખાનાની જમીન સીઝ કરવા કયારે આગળ આવશે? તેવા સવાલો પ્રજા વતી કોગ્રેસ પક્ષના આગેવાન કરસનભાઈ ભરવાડ અને ધારાભાઇ રબારી (ઘુટુ)એ ઉઠાવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!