કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શેડ્યુલ તૈયાર થવાના આરે

25 માર્ચના વિધાનસભાના સત્રની સમાપ્તી સાથે જાહેરાતની શક્યતા

ગુજરાત રાજ્યમાં તોળાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે અને મે માસમાં વેકેશન તથા હિટવેવને જોતા તે પૂર્વે જ રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી યોજવા માટે તૈયારી છે.

જાણવા મળ્યા મુજબ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ એપ્રિલ માસના ત્રીજા સપ્તાહમાં યોજાશે અને આકરો ઉનાળો શરુ થાય તે પૂર્વે મતદાન અને ગણતરી સહિતની તમામ પ્રક્રિયાઓ પુરી કરવા માટે શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે. ગાંધીનગરમાંથી સુત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાનું વર્તમાન સત્ર જે તા.25 માર્ચના રોજ પુરું થઇ રહ્યું છે તે પછી તૂર્ત જ ચૂંટણીની જાહેરાત થશે.

રાજ્યભરમાં મહાનગરપાલિકાઓ કે જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં વહીવટદાર શાસન આવી ગયા છે અને નગરપાલિકાઓમાં પણ આ વ્યવસ્થા લાગુ થઇ ગઇ છે. થોડા દિવસમાં જિલ્લા પંચાયતમાં પણ વહીવટદાર શાસન આવી જશે. રાજ્યમાં પ્રથમ વખત હવે મહાનગરપાલિકાઓમાં પણ 27 ટકા ઓબીસી અનામતનો અમલ થયો છે અને તેથી ચૂંટણીના સમીકરણો પણ બદલાયા છે જ્યારે `સર’ની પ્રક્રિયા પણ પૂરી થઇ છે અને તેથી મતદાર યાદીમાં પણ મોટા સુધારા-વધારા થયા છે.

આમ આ ચૂંટણી રસપ્રદ બની રહેશે તે નિશ્ચિત છે. હાલ ભાજપ તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં શાસન પર છે અને તે પોતાનો 100 ટકાનો સ્ટ્રાઇક રેટ જાળવવા આતુર છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં શક્ય તેટલું ગાબડુ પાડીને 2027 પૂર્વે વિપક્ષને મજબૂત બનાવવા મથી રહ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!