અમદાવાદ – કાલુપુર સ્ટેશનની નવનિર્માણ કામગીરીમાં 47 ટ્રેનો અન્ય સ્ટેશન પર ડાયવર્ટ
અમદાવાદથી ઉપડતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી અને અન્ય ટ્રેનોને રાજકોટ, વટવા, અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરવા આયોજન
અમદાવાદ: આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના કામને લઈ રેલવે મંત્રાલયે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવા સુચના જારી કરી છે. જેમાં અમદાવાદથી ઉપડતી 47 જેટલી ટ્રેનને રાજકોટ સહિત સાબરમતી, મણિનગર, વટવા અને અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરાશે…
જ્યારે અમદાવાદથી પસાર થતી 37 ટ્રેનને મણિનગર, સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ કરીને વૈકલ્પિક વ્યસ્થા ગોઠવવાની કવાયત રેલવે વિભાગે હાથ ધરી છે. જોકે હજુ વિવિધ ટ્રેનને જેતે સ્ટેશન પર ડાઈવર્ટ કરવાનું પ્રાથમિક આયોજન જ કરાયું છે. આગામી દિવસોમાં તેને ઉચ્ચકક્ષાએથી મંજુરીની મહોર લાગ્યા બાદ તબક્કાવાર ટ્રેનો વિવિધ સ્ટેશને ટ્રાન્સફર કરાશે…
અમદાવાદથી પસાર થતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ કરાશે. કાલુપુર સ્ટેશનથી ઉપડતી ટ્રેનને સાબરમતી ડાયવર્ટ કરાશે જેમાં અમદાવાદ- યોગાનગરી ઋષીકેશ યોગા એક્સપ્રેસ, અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ, અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સેન્ટ્રલ એક્સપ્રેસ, અમદાવાદ- આસનોલ વીકલી એક્સપ્રેસ, અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદ- પટના આઝિમાબાદ એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા જન સાધારણ એક્સપ્રેસ, અમદાવાદ-પૂણે અહિંસા એક્સપ્રેસ, અમદાવાદ-બારૌની એક્સપ્રેસ, અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ તથા અન્ય 17 જેટલી ટ્રેનોને વટવા અને અમદાવાદ-ચૈન્નઈ એક્સપ્રેસ, અમદાવાદ-પૂરી એક્સપ્રેસને આસરવા તેમજ અમદાવાદ- વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ- યશવંતપુર એક્સપ્રેસ, અમદાવાદ-પુણે દુર્રાન્તો એક્સપ્રેસ, અમદાવાદ- એમજીઆર ચેન્નઈ હમસફર એક્સપ્રેસને રાજકોટ ટ્રાન્સફર કરાશે. આ અંગેની સત્તાવાર તારીખ, સમય, રૂટની યાદી ટુંક દિવસોમાં રેલ્વે તંત્ર જાહેર કરશે, ત્યારે રાજકોટ આવનારી ચારેય ટ્રેનનો સ્ટોપજ વાંકાનેરને પણ મળે, એ માટે સાંસદોએ રજુઆત કરવી જોઈએ, એવી વાંકાનેરવાસીઓનો લાગણી છે….