ખેડૂતોનું કોણ સાંભળશે?
ગત વર્ષની સરખામણીએ કપાસનો ભાવ ગગડી ગયો
સરકારે પડતર કિંમત ધ્યાને લઇને MSP નક્કી કરવી જોઇએ
વાંકાનેર: કપાસનું બજાર તૂટી ગયું છે વધુ ભાવની અપેક્ષાએ રાખેલા કપાસથી નુકસાની છે, આયાતી કપાસથી ખેડૂતોને નુકસાન થયો છે ગત વર્ષે માગ હતી અને પુરવઠો ઓછો હતો તેથી તેજી હતી. ભાવ ન મળવાની સાથે બીજી મુશ્કેલી કપાસમાં સુકારાની છે. વાંકાનેર તાલુકામાં વરસાદના છેલ્લા રાઉન્ડથી કપાસમાં સુકારા નામનો રોગ આવી ગયો છે. વિઘા દીઠ કપાસ ઉપજવાની ગણતરી ઉંધી વળી છે. કપાસના ભાવને લઇ ખેડૂતોની વેદના છે.
કપાસના ભાવ ગબડવાનું કારણ શું?
માગની સરખામણીએ પુરવઠો વધારે છે, આ વર્ષે પ્રતિમણે 2 હજાર રૂપિયા મળવાની અપેક્ષા હતી, મે મહિનાથી કપાસનો ભાવ 1500 રૂપિયાની આસપાસ રહ્યો છે. નિકાસ કરતા આયાત વધવી તે પણ એક કારણ છે, સરકાર પાસે આયાત-નિકાસની નીતિ નક્કી કરવા માગ છે, અત્યારે કપાસનું બજાર તૂટી ગયું છે. વધુ ભાવની અપેક્ષાએ રાખેલા કપાસથી નુકસાની છે. આયાતી કપાસથી ખેડૂતોને નુકસાન છે. ગત વર્ષે માગ હતી અને પુરવઠો ઓછો હતો તેથી તેજી હતી.
ગયા વર્ષે કપાસનો ભાવ પ્રતિમણે 2700 આસપાસ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર પણ એક મહત્વનું પરિબળ છે. કોરોનાકાળ બાદ કાપડબજારમાં મંદી તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ પણ કારણભૂત, ચીન પાસે પણ કપાસનો પૂરતો સ્ટોક અને ઓપન બજારમાં વૈશ્વિક માગ ઘટી છે. ઓસ્ટ્રેલિયા સાથે કરાર પ્રમાણે 5 મહિનામાં 51 હજાર ટન રૂની આયાત થઈ અને દક્ષિણ ભારતના સ્પિનર-મિલરોને ઓસ્ટ્રેલિયન રૂ માફક આવે છે
કપાસના ભાવની સ્થિતિ
ગત વર્ષનો ભાવ : પ્રતિ મણના 2000 થી 2700 રૂપિયા
ચાલુ વર્ષનો ભાવ : પ્રતિ મણના 1200 થી 1500 રૂપિયા
કપાસનું વાવેતર અને ઉત્પાદન કેટલું?
વાવેતર : વર્ષ 2016-17માં 108.26 હેક્ટરમાં
ઉત્પાદન : 345 લાખ ગાંસડી કપાસનું
વાવેતર : વર્ષ 2021-22 120.55માં હેક્ટરમાં વાવેતર
ઉત્પાદન : 326 લાખ ગાંસડીનું
કપાસના આયાત-નિકાસનો હિસાબ
વર્ષ 2016-17માં 58.21 લાખ ગાંસડીની નિકાસ
વર્ષ 2021-22માં ઘટીને 40 લાખ ગાંસડી થઇ
વર્ષ 2016-17માં 30 લાખ ગાંસડીની આયાત
વર્ષ 2021-22માં ઘટીને 20 લાખ ગાંસડી
વર્ષ 2019-20માં 15.50 લાખ ગાંસડી
વર્ષ 2021-22માં 11.03 લાખ ગાંસડી
કપાસને લઇ શું સમસ્યા શું છે?
કપાસનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારવાની જરૂર છે, ઉત્પાદન માટે વૈજ્ઞાનિક ઢબે આયોજન જરૂરી છે તેમજ 2003ની ટેકનોલોજીના બિયારણનો ઉપયોગ થઇ રહ્યો છે. નકલી બિયારણ પણ મોટી સમસ્યા છે. સરકારે પડતર કિંમત ધ્યાને લઇને MSP નક્કી કરવી જોઇએ. ગુલાબી ઇયળ અને સુકારાનો રોગ વધુ પડતો વર્તમાનમાં જોવા મળી રહ્યો છે