કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દૂધની ડેરીમાંથી રૂપીયા ૧,૯૪,૦૦૦ ભરેલો થેલો ચોરાયો

પ્રતાપગઢની સીમમાંથી પવનચક્કીના કોપરની ચોરી

કિંમત ૬૫૦૦૦/- ના મુદામાલની ચોરી અને રૂ.૫૦૦૦/- નું નુકશાન

વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢ ગામના વિસ્તારમાં આવેલ ભંગડાના તળાવ પાસે આવેલ પવનચક્કીના ગેટનો નકુચો તોડીને કોપરનો કુલ વજન ૨૯૦ કિલો તથા આઈસોલેટર હેન્ડલ તથા ટ્રાન્સફોરમરની પાછળ આવેલ કોપરની પટ્ટી વિગેરેની કુલ કિ ૬૫૦૦૦/- ના મુદામાલની ચોરી કરી તેમજ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી આશરે કિ રૂ.૫૦૦૦/- નુ નુકશાન કર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના યાકુબભાઈ માહમદભાઈ શેરસીયા (ઉ.વ.૪૩) એ ફરીયાદ લખાવેલ છે કે હું ડવ રીસોસીસ પ્રા.લી અમદાવાદ નામની સીકયુરીટી એજન્સીમાં સીકયુરીટી તરીકે આશરે ત્રણેક વર્ષ પહેલા જોડાયેલ હતો અને કંપની દ્વારા મને વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ વિસ્તારમાં આવેલ અલગ અલગ ચાર લોકેશનમાં

આઇનોક્સ કંપનીની પવનચક્કીમાં સીક્યુરીટી તરીકે દેખરેખ રાખવાની, પેટ્રોલીંગ કરવાની તેમજ અલગ અલગ ચારેય લોકેશન ઉપર જઈને સીક્યુરીટી ગ્રુપમાં લોકેશન નાખવાની જવાબદારી મારા ઉપર છે. તા: 9/5/2025 ના કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ ભંગડાના તળાવ પાસે આવેલ આઈનોક્ષ કંપનીની PRT-02 લોકેશનમાં આવેલ પવનચક્કીના ગેટનો નકુચો તોડીને

કન્વટર કેબીનમાથી આશરે ૨૫૦ કિલોગ્રામ કોપર બસ બાર તેમજ અર્થિગનો કોપર કેબલ આશરે ૧૧૦ મીટર જેટલો અલગ અલગ સાઈજનો જેનો વજન આશરે ૫૦ કિલો, આમ કોપરનો કુલ વજન ૨૯૦ કિલો તથા આઈસોલેટર હેન્ડલ તથા ટ્રાન્સફોરમરની પાછળ આવેલ કોપરની પટ્ટી વિગેરેની કુલ કિંમત ૬૫૦૦૦/- ના મુદામાલની ચોરી કરી તેમજ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી આશરે કિ રૂ.૫૦૦૦/- નુ નુકશાન કરેલ છે, પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ ૩૦૫ (ક) તથા ૩૨૪(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!