રૂ.૪૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામ ઝાંપા પાસે હીરો સ્પ્લેન્ડર પ્લસમાં દેશીદારૂ તથા બે આરોપીઓના ઘરના ફળિયામાંથી દેશી દારૂ બનાવવાના સાધનો તથા ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ઝાંપા પાસે હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. GJ-36-AG-9981 વાળા ચાલક પાસેથી થેલામાં દેશીદારૂ મળી આવેલ જે (1) નિલેશભાઈ રવજીભાઇ સોલંકી (ઉ. 29) અને (2) સાગરભાઇ રવજીભાઈ સોલંકી રહેવાસી બંને ખીજડીયા વાળાનું 
મોટર સાયકલ કિ .રૂ. ૨૫,૦૦૦/- દેશીદારૂ લીટર ૩ કિ.રૂ. ૬૦૦/- તથા તેના ઘરમાંથી દેશીદારૂ ભરેલ એક પ્લાસ્ટીકનો ૨૦ લીટર નો કેરબો જેની કિ.રૂ.૪૦૦૦/- તથા મકાનમાંથી દેશીદારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો ગેસના બાટલા નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા ટીનના બકડીયા નંગ-૨ કિ.રૂ.૨૦૦/- તથા સ્ટીલની બે થાળી જેમાં ભુંગળી ફીટ કરેલ તે કિ.રૂ. ૧૦૦/- તથા બે રેગ્યુલેટ૨ બર્નર સાથે કિ.રૂ. ૫૦૦/- પતરાના પાંચસો લીટરની ક્ષમતાવાળા ખાલી બેરલ નંગ-૨ તથા ઇગ્લીશ દારૂની વીસ્કી બોટલ નંગ-૦૬ કિ.રૂ. ૮૪૦૦/- ની એમ 
કુલ કિ.રૂ.૪૦,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાની રેઇડ દરમ્યાન આરોપી નં. (૧) મળી આવતા તથા આરોપી નં.(૨) હાજર નહી મળી આવતા ગુન્હો પ્રોહિ. કલમ-૬૫, એઇ, ૬૫, એફ, ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ નોંધાયો છે, કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પો.કોન્સ. ભરતભાઇ પ્રેમજીભાઇ બોસીયા પો.હેડ.કોન્સ. કે.બી.જાડેજા તથા પો. કોન્સ, અક્ષયરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી…
