વાંકાનેર : વાંકાનેર તાલુકાની અમરસિંહજી હાઈસ્કુલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધામાં અમરપરા તાલુકા શાળામાં ધો.5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધંધુકિયા દ્રશ્ય પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યો હતો. તાલુકા કક્ષાએ વિજેતા બનવા બદલ અમરપરા તાલુકા શાળા પરિવાર દ્વારા દ્રશ્યને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.