કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તાર ફેન્સિંગ યોજના પોર્ટલ ગણતરીના મિનિટમાં બંધ

સરકાર યોજનાનો ટાર્ગેટ વધારે

વાંકાનેર: ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 14 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ સુધી પહોંચી ગયું

સરકારની યોજનાઓનો મૂળ હેતુ મહદ અંશે કલ્યાણકારી જ હોય છે પરંતુ તેની અમલવારીમાં ક્યાંક ને ક્યાંક એવી મુશ્કેલી ઉભી થાય છે કે ખરેખર જે યોજનાનો લાભ મેળવવાના હકદાર છે તેના સુધી લાભ પહોંચતો નથી. ખેડૂતો માટે પણ આવી જ ઉપયોગી યોજના એટલે તાર ફેન્સિંગ યોજના જેનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે. પણ સિક્કાની બીજી બાજુ નજર કરીએ તો એવું બને છે કે બહોળી સંખ્યામાં એવા ખેડૂતો છે જે આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. તાર ફેન્સિંગ યોજનામાં સરકારે ઝોન પ્રમાણે ટાર્ગેટ નક્કી કર્યો છે, એક વખત ફેન્સિંગ માટેની અરજીનો ટાર્ગેટ પૂરો થઈ જાય પછી I-ખેડૂત પોર્ટલ આપોઆપ બંધ થઈ જાય છે. યોજનાનો મૂળ હેતું એ હતો કે જે ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે નાના ખેડૂતો મોટી સંખ્યામાં છે કે જેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ નથી મળતો.. શુક્રવારે જ એવું બન્યું કે વાંકાનેર તાલુકા માટે તાર ફેન્સિંગ સહાય યોજના અંતર્ગત લાભ લેવા I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને 14 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ સુધી પહોંચી ગઈ અને પોર્ટલ બંધ થઈ ગયું.

ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી બચાવી શકાશે તેમજ જંગલી પશુઓ ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડે છે. નીલગાય જેવા પશુ માટે ફેન્સિંગ જ એકમાત્ર વિકલ્પ છે. આવા સંજોગોમાં તાર ફેન્સિંગ યોજના ઘણી ઉપયોગી છે. દરેક ખેડૂત ફેન્સિંગ માટેનો આર્થિક ખર્ચ ઉઠાવી શકે એમ નથી. નાના-સીમાંત ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજના ઘણી ઉપયોગી છે, પણ સરકારે ટાર્ગેટ વધારવો જોઈએ, તેવી માંગ વાંકાનેર કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂક કડીવારે કરી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!