જાલી ગામમાં પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનનારને ગળે ટૂંપો દઈ પતાવી દીધાની ફરિયાદ હતી
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા છે કોર્ટે મહિલા આરોપીની જામીન અરજી મંજુર રાખતા જામીન પર છુટકારો થવા પામ્યો છે…


વાંકાનેર સીટી પોલીસે આરોપી જાલી ગામના અરૂણાબેન મનસુખભાઈ ગોરિયાને હત્યાના ગુનામાં અટક કરી નીચલી અદાલતમાં રજુ કરી બાદમાં ચાર્જશીટ નીચલી અદાલતમાં રજુ કરી હતી જે મહિલા આરોપીએ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી જે જામીન અરજીમાં આરોપી તરફે મોરબીના એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા અને આરોપી તરફેના વકીલે કોર્ટમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી. એ. બુદ્ધ સાહેબે આરોપી અરૂણાબેન ગોરિયાને રૂ ૨૫ હજારના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે…


ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર માસમાં વાંકાનેર તાલુકાના જાલી ગામના ચોથાભાઈ રૂપાભાઇ રંગપરાએ જાલી ગામના જ ધનજી કાનાભાઇ માલકિયા અને અરુણાબેન મનુભાઈ ગોરીયા સામે ફરિયાદ નોંધાવેલ કે ભોગ બનેલ પાંચાભાઇ રૂપાભાઇ રંગપરાને આરોપી અરુણાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને અરુણાબેનને ધનજી કાનાભાઇ માલકિયા સાથે પણ પ્રેમ સંબંધ હતો આથી અરુણાબેન અને ધનજીભાઈ વચ્ચે ફરિયાદીનો ભાઈ આડખીલી રૂપ બનતો હોય પ્લાન બનાવી જાલી ગામની સીમમાં આવેલી ભુપત ઉકાભાઇ માલકિયાની વાડીએ બોલાવી પાંચાભાઇને ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ દવા પી લીધાનું જણાવી આત્મ હત્યામાં ખપાવવામાં પ્રયાસ થયો હતો. પરંતુ ફોરેન્સિક તપાસમાં મૃત્યુ ગળે ટૂંપાથી થયાનું ખુલ્યું હતું….
પોલીસ સ્ટેશનેથી
વરલીફીચરના આંકડા લખતા પકડાયા:
(1) વાંકાનેર મીલ પ્લોટમાં દેલવાડીયાના દવાખાના પાછળ રહેતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૈશલ્ય નામનો શખ્સ વરલીફીચરના આંકડા લખતા રૂપિયા 300 ના મુદામાલ સાથે અને (2) મીલ પ્લોટ શેરી નં 3 માં રહેતા ઇમરાન ગુલામભાઇ સામતાણીની રૂપિયા 480 ના મુદામાલ સાથે પકડી પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરી છે.
દારૂ સાથે ઝડપાયા:
(1) સિપાઈ શેરી નં 1 માં રહેતા હુસેનભાઇ ઇશાભાઈ જીંદાણી ઝાલા હોસ્પિટલ પતાળીયાના કાંઠેથી 32 કોથળી સાથે અને (2) ઓળ ગામના ભુપત સોમાભાઈ કગથરા આણંદપર ગામના બોર્ડ પાસેથી 60 કોથળી દેશી દારૂ સાથે પકડાયા
ટ્રાફિક નિયમ ભંગ:
તીથવાના હનીફ હુસેનભાઇ શેરસીયા સામે ટ્રાફિક નિયમ ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
