વાંકાનેર: નવાપરા જીઆઇડીસી પાસે રહેતા એક મહિલાને ગઈકાલે સાંજે 6:00 વાગ્યા આસપાસ પોતે વાંકાનેરમાં વાસુકી મંદિર પાસે હતા ત્યારે સામેવાળાએ ઢીંકા પાટુ વડે માર મારતા રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા.























જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા જીઆઇડીસી પાસે રહેતા મીનાબેન ભરતભાઈ બાવરીયા ગઈકાલે સાંજે 6:00 વાગ્યા આસપાસ પોતે વાંકાનેરમાં વાસુકી મંદિર પાસે હતા ત્યારે સામેવાળા અશોકે ઝઘડો કરીને ઢીંકા પાટુ વડે માર મારતા, પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં મીનાબેન સારવાર માટે દાખલ થયા હતા. વાંકાનેર પોલીસે આ અંગે ઇજાગ્રસ્તનું નિવેદન લેવા નોંધ કરી હતી…
