વાંકાનેર: અહીંના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા મહિલાના દીકરાને અગાઉ તે જ વિસ્તારમાં રહેતી બીજી મહિલાના દીકરા સાથે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકી છાટવામાં આવી હતી અને ત્યારબાદ બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ બે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આરોગ્યનગરમાં વિકાસ ઓઇલ મીલની બાજુમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા (38)એ સિટી પોલીસ સ્ટેશન ખાતે જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને જોશનાબેનના મોટા બહેન રહે. બંને બસ સ્ટેશન સામે આરોગ્યનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં
તેને જણાવ્યુ છે કે, તેના દીકરાને જોશનાબેનના દીકરા લાલા સાથે અગાઉ ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને જોશનાબેનના મોટાબહેને ફરિયાદી રાજેશ્વરીબેનના મોઢા ઉપર મરચાની ભૂકી છાંટી હતી ત્યારબાદ જોશનાબેને લાકડાના ધોકા વડે ફરિયાદી રાજેશ્વરીબેન તથા સાહેદ રસીલાબેનને માર માર્યો હતો જેથી ફરિયાદીને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી તથા રસીલાબેનને શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની રાજેશ્વરીબેને ફરિયાદ નોંધાવેલ છે…