કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કુંભારપરામાં મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત

કુંભારપરામાં મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત

વાંકાનેર: અહીં કુંભારપરા શેરી નં-6 માં રહેતી મહિલાને માનસિક બીમારીથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા શેરી નં-6 માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ દુધરેજીયા (ઉ.38) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મહિલાને વર્ષ 2023 થી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને મગજની બીમારીથી કંટાળીને પોતે અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી વિગત સામે આવતા તેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!