રાજસ્થળી અને સરતાનપર રોડ પર મારામારી
મહિલા દવા પી ગઈ
ઢુવા પાસે બાઈક સ્લીપ
વાંકાનેર: તાલુકાના પલાંસડી ગામે રહેતા મહિલા પાણી ચડાવવાની ઇલેક્ટ્રિક મોટર ચાલુ હોય જેને અડતા વીજશોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. રાજસ્થળી અને સરતાનપર રોડ પર મારામારીમાં ઇજા થતા મોરબી દવાખાને દાખલ થયા હતા. રાતાવિરડા ગામ પાસે કારખાનાના ક્વાર્ટરમાં મહિલા દવા પી ગઈ હતી અને ઢુવા પાસે બાઈક સ્લીપ થતા આઘેડને ઇજા થઇ હતી
જાણવા મળ્યા મુજબવાંકાનેર તાલુકાના પલાંસડી ગામે રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઈ પરમાર (ઉ.37) પરિણીતા પોતાના ઘરના ફળિયામાં પાણી ચડાવવાની ઇલેક્ટ્રિક મોટર ચાલુ હોય જેને અડતા વીજશોક લાગવાથી ગઈકાલે બપોરના સમયે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.
રાજસ્થળી અને સરતાનપર રોડ પર મારામારી
વાંકાનેરના રાજસ્થળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા મનસુખભાઈ સવજીભાઈ ડાભી (ઉ.૪૮) ને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડયા હતા, પોલીસે બનાવની નોંધ કરીને તપાસ કરી હતી. મારામારીના બીજા બનાવમાં સરતાનપર રોડ વાડી વિસ્તારમાં લેન્ડ ડેકોર સિરામિક નજીક રહી મજૂરી કામ કરતા પરિવારના નરવિનભાઈ બાબુભાઈ નદીસારીયા (ઉ.૩૧) તથા જનકબેન નવીનભાઈ (ઉ.૨૭) ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
મહિલા દવા પી ગઈ
જ્યારે વાંકાનેર હાઇવે સરતાનપર રોડ રાતાવિરડા ગામ પાસે આવેલ કલેઆર્ટ ગ્રેનાઇટોના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની રશ્મિબેન શંકરસન સિંઘ નામની ૨૨ વર્ષની મહિલા કોઈ કારણોસર દવા પી ગઈ હોય તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.
ઢુવા પાસે બાઈક સ્લીપ
તેમજ વાંકાનેર હાઇવે ઢુવા પાસે આવેલ સનહાર્ટ સીરામીક નજીકથી બાઈક લઈને પસાર થઈ રહેલા નરસીભાઈ મઢવી (ઉંમર ૬૫) રહે. શનાળાનું બાઈક સ્લીપ થયેલ હોય ઇજા પામતા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
