બસ વાંકાનેર ડેપોની: રાજકોટથી વાંકાનેર આવતી હતી
વાંકાનેર: કુવાડવા રોડ પર જીયાણા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે દોડી આવતી એસ.ટી બસે માર્ગ પર ચાલીને જતાં રાહદારી મહિલાને ઠોકર મારી તેનું મોત નિપજાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. એરપોર્ટ પોલીસે એસ.ટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે…



આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ માહિતી મુજબ કણકોટ ગામે રહેતા અર્જુનભાઈ રોઝે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં જીજે.18.ઝેડ.6932 નંબરની એસટી બસના ચાલકનું નામ આપતા જણાવ્યું હતું કે, તેમના માતા વેસતીબેન રોઝ કુવાડવા ખાતે એક કારખાનામાં મજૂરી કામ કરે છે. ગત તા.30-08ના તેઓ ચાલીને કારખાનેથી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે માર્ગ પર પુરપાટ ઝડપે દોડી આવતી એસ.ટી બસના ચાલકે તેમની માતાને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.હાલ આ મામલે એરપોર્ટ પોલીસે એસ.ટી બસના ચાલક સામે ગુનો નોંધી તેની ઓળખ મેળવવા તજવીજ કરી છે…
જાણવા મળ્યા મુજબ બસ વાંકાનેર ડેપોની હતી અને રાજકોટથી વાંકાનેર આવતી હતી, ત્યારે ઘટના બની હતી…
