ઓટાળા ગામે બે નાસી ગયા: છ જુગારી સામે કાર્યવાહી
ટંકારા તાલુકાના હમીરપર ગામે દિનેશભાઈ લક્ષ્મણભાઈ રતનપરાની વાડીમાં રહેતા મોહલીબેન મોનસીંગભાઈ ચંગળીયા (ઉ.વ.૪૫) તા.૧૫/૦૮ના રોજ ઉપરોક્ત વાડીમાં હતા તે દરમિયાન કોઈ કારણોસર મોહલીબેને કપાસમાં નાખવાની દવા પી જતા
મૃત હાલતમા ડેડબોડી ટંકારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી. મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
ઓટાળા ગામે બે નાસી ગયા: છ જુગારી સામે કાર્યવાહી
ટંકારા: તાલુકાના ઓટાળા ગામે કોળીવાસમાં નવઘણભાઈ છીપરીયાના મકાન પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (1) અજયભાઈ બાબુભાઈ છીપરીયા (2) ધારેશભાઈ હેમતભાઈ છીપરીયા (3) નવઘણભાઈ નથુભાઈ છીપરીયા (4) ચંદુભાઈ મેરાભાઈ ગોલતર
(5) ચતુરભાઈ રમેશભાઈ છીપરીયા (6) કેતનભાઈ ઉર્ફે કનજી જીણાભાઈ છીપરીયા રહે. બધા ઓટાળા વાળાને રોકડ રૂપીયા ૧૦ ,૭૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી નંબર ૦૧ થી ૦૪ હાજર મળી આવી તેમજ આરોપી નંબર ૦૫ તથા ૦૬ નાઓ ના શીભાગી જતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨ મુજબ દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે…