વાંકાનેર બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની સાવિત્રીબેન ગમરીયા નીંગવાલ (ઉ.55) નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
