વાંકાનેર : શહેરના પંચાસર રોડ ઉપર ધરમનગર વિસ્તારમાં રહેતા એક મહિલાએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું છે…
જાણવા મળ્યા મુજબ ધરમનગર વિસ્તારમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના દુધાળાગીરના વતની જસવંતીબેન નિલેશભાઈ કરગઠિયા (ઉ.24) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું છે, આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…