મોરબી નજીક બનેલો બનાવ
યુવાન અને તેના ત્રણ સંતાન ઈજાગ્રસ્ત
વાંકાનેર: મોરબી- માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જે બનાવમાં વાંકાનેર તાલુકાના ઠીકરીયાળાના રીક્ષા ચાલક અને તેની પત્ની તેમજ ત્રણ સંતાનોને ઇજાઓ થઈ હતી અને મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ….
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ભરતનગર ગામ પાસે આવેલ મેગઝીન સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ હમીરભાઈ બેડવા (ઉ.40), સેજલબેન જગદીશભાઈ બેડવા (ઉ.38),
વૈદિક જગદીશભાઈ બેડવા (ઉ.7), રીતેન જગદીશભાઈ બેડવા (ઉ.11) અને વિશ્વા જગદીશભાઈ બેડવા (ઉ.5) વાળાઓને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી, ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા સેજલબેન જગદીશભાઈ બેડવાને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું
ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જાણવા મળ્યા મુજબ જગદીશભાઈ બેડવા રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની રીક્ષામાં તેના પરિવારજનો બેઠેલા હતા અને ત્યારે રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે…