મૃતક જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા હતા
વાંકાનેર: તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા એક મહિલાને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃત જાહેર કરી હતી…



જાણવા મળ્યા મુજબ જાલીડા ગામની સીમમાં આવેલ એન્ટીક એબઝાકેર કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ઝારખંડના રહેવાસી અનિતાદેવી પપ્પુસિંહ ઘટવાર (ઉ.32) નામની મહિલાને રાત્રિના 3:30 વાગ્યાના અરસામાં ગભરામણ થવા લાગી હતી અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
