ગારીયાના બોર્ડ પાસે એક બાઈક સ્લીપ
વાંકાનેર: જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ ખાતે ગઈ કાલે સવારના એક મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો બીજા બનાવમાં ગારીયા ગામના બોર્ડ પાસે એક બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી


જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર દરબારગઢ રોડ પર આવેલ પ્લે-હાઉસની બાજુમાં નંદવાણા શેરીમાં રહેતા મીનાબેન રમેશભાઈ મઢવી (ઉ.વ. 50) નામના મહિલાને જડબાનું કેન્સર હોય, જે બિમારીથી કંટાળી જઇ ગઈ કાલે સવારે વડસર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…

ગારીયાના બોર્ડ પાસે બાઈક સ્લીપ
મળેલી માહિતી મુજબ નેશનલ હાઇવે ગારીયા ગામના બોર્ડ પાસે એક બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. તેમને108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત રતનભાઈ ગંગારામ મૂળ એમપી ના વતની છે અને તેઓ હાલ વાંકાનેરમાં રહીને મજૂરી કામ કરે છે…
