વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં પિતાના ઘરે રહેતી એક પરણીત યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા મૃત્યુ નોંધ કરી બનાવમાં મહિલાના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરના દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં પિતાના અશોકભાઈ મોહનભાઈ પરમારના ઘરે આવેલ મમતાબેન પ્રદીપભાઈ વાઢેર (ઉ.વ. ૨૨, રહે. માલીયાસણ, રાજકોટ) નામની પરણીત યુવતીએ ગઇકાલ સાંજે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પરણિત મહિલાના 11 મહિના પહેલા લગ્ન થયા હતા…