અકસ્માતમાં રોડ ક્રોસ કરતા રિટાયર્ડ મંત્રીના ધર્મપત્નીનું મૃત્યુ
વાંકાનેર: મંત્રી સોસાયટીમાં રહેતા રિટાયર્ડ મંત્રી ઠાકરશીભાઇ સોળમીયાના ધર્મપત્ની આસ્થા ગ્રીન સોસાયટી સામે હાઇવે પર રીક્ષામાં ઉતરી અને ચાલીને હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક ફોરવ્હીલ ચાલકે ફુલ સ્પીડમાં ચલાવી હડફેટે લેતા અકસ્માતમાં રિટાયર્ડ મંત્રીના ધર્મપત્નીનું મૃત્યુ નીપજેલ છે. ફોરવ્હીલ ચાલક ત્યાંથી નાસી ગયેલ હતો….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર મંત્રી સોસાયટી ધર્મનગરમાં રહેતા કનાભાઇ ઠાકરશીભાઇ સોળમીયા (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ સાંજના મારી પત્ની મંજુબેને દુકાને આવી મને વાત કરેલ કે સાસુમા મધુબેનનું આસ્થા ગ્રીન સોસાયટીના ગેઇટ સામે નેશનલ હાઇવે પર એકસીડન્ટ થયેલ છે અને તેને એમ્બ્યુલન્સમાં સારવારમાં વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ છે અને યતીન પણ દવાખાને ગયેલ છે આથી હું તથા મારા મિત્ર જેન્તીભાઈ મેરૂભાઇ બન્ને જણા સરકારી દવાખાને જતા વાંકાનેર સ્ટેચ્યુ ચોક પાસે પહોંચેલ ત્યારે એમ્બ્યુલન્સ મારી માતાને વાંકાનેર સરકારી દવાખાનેથી રાજકોટ સારવારમાં લઇ જતા હું પણ એમ્બ્યુલન્સમા બેસી ગયેલ અને હું તથા મારો દીકરો આર્યન મારી માતાને રાજકોટ સરકારી દવાખાને સારવારમાં દાખલ કરતા 

ત્યાંના ફરજ પરના ડોકટર સાહેબે મારી માતાને મરણ ગયેલ જાહેર કરેલ અને આ વાહન અકસ્માત બાબતે મારા દીકરા યતીન પુછતા તેને મને જણાવેલ કે દાદીમા મધુબેન થાનથી વાંકાનેર ઘરે આવતા હતા ત્યારે આસ્થા ગ્રીન સોસાયટી સામે હાઇવે પર રીક્ષામાં ઉતરેલ અને ચાલીને હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક ફોરવ્હીલ ચાલકે ફુલ સ્પીડમાં ચલાવી દાદીમાને હડફેટે લેતા અકસ્માત કરી તેને ઇજા થયેલ અને હું નાસ્તા ગલીમાં વાંકાનેર ખાતે હતો ત્યારે મને મારી માતાએ ફોનથી આ બનાવની જાણ કરતા વાંકાનેર સરકારી દવાખાને ગયેલ હતો અને ત્યાં મારી દાદીને સારવારમાં પ્રાઇવેટ વાહનમાં લઈ આવનાર રાહદારી માણસોએ મને દવાખાને આ મારી દાદી સાથે અકસ્માત કરનાર ફોર વ્હીલ વાહનની નંબર પ્લેટ ત્યાં બનાવ સ્થળે તુટી ગયેલ હોય તે નંબર પ્લેટ મને બતાવતા જે ફોર વ્હીલના રજી નંબર GJ-27-K-5232 વાળી નંબર પ્લેટ હતી અને લાશની અંતિમ વિધિ અમારા વતન ખાટડી તા.મુળી ખાતે કરેલ છે, માતા મધુબેન ઠાકરશીભાઇ સોળમીયા (ઉ.૬૦) સાથે ફોર વ્હીલ રજી નંબર GJ-27-K-5232 વાળાના ચાલકે વાહન અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઈજા પોહચાળી મોત નીપજાવી નાશી ગયેલ મૃતક મધુબેનને બે દીકરા અને બે દીકરીઓ છે પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીત ૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૦૬(૧), તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
