બાથરૂમમાં પડી જતાં યુવાનને ઇજા
વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મહિલાએ પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા બીજા બનાવમાં માટેલ રોડ ઉપર આવેલ કંપનીમાં રહેતો શખ્સ બાથરૂમમાં પડી જતાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કેમરોન સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શુભલક્ષ્મી શિવપ્રસાદ ભદ્ર (ઉ.26) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાથરૂમમાં પડી જતાં યુવાનને ઇજા
વાંકાનેર તાલુકાનાં માટેલ રોડ ઉપર આવેલ કિયાન કંપનીમાં રહેતા બલજીતસિંહ પ્યારસિંહ (ઉ.44) બાથરૂમમાં પડી જતાં સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા…
