વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ ઉપરના ડોવેલ સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારના એક મહિલા સભ્યે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપરના ડોવેલ સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારના અસ્મિતાબેન વિક્રમભાઈ શેખ નામની ૨૪ વર્ષીય મજૂર મહિલાએ તેના લેબર ક્વાર્ટરમાં ગત તા.૧૭-૧ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી તેણીને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારનો હોય આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.