રસાલા રોડ પરથી દુકાનો પાસે આંટાફેરા કરતો પકડાયો
વાંકાનેર: અહીંના ૪૬ વર્ષના મહિલા બાઈકની પાછળ બેસીને મોરબીથી વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા ઈજા થતા મોરબી અને પછી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે, વાંકાનેર રસાલા રોડ પરથી દુકાનો પાસે રાત્રીના આંટાફેરા કરતો નવપરાનો શખ્સ પકડાયો છે…
વાંકાનેર: અહીં રહેતા મુમતાઝબેન ઈકબાલભાઈ મકવાણા નામના ૪૬ વર્ષના મહિલા બપોરના સમયે ભાઈના બાઈકની પાછળ બેસીને મોરબીથી વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે લાલપર ગામે આવેલ શક્તિ ચેમ્બરની સામે ખરાબ રોડના લીધે બાઈકમાંથી પડી ગયા હતા અને માથા તથા મોઢાના ભાગે ઈજા થતા ૧૦૮ વડે મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે….
રસાલા રોડ પરથી દુકાનો પાસે આંટાફેરા કરતો પકડાયો
વાંકાનેર રસાલા રોડ પરની રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ધર્મેન્દ્રભાઈ વાઘજીભાઈ મેસરીયા (ઉ.30) નવાપરા (વાંકાનેર) સામે ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે. કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ, વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી….
