વાંકાનેર: ચંદ્રપુર પાસે બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં રાજસ્થાનના એક યુવાનનું મોત નીપજ્યું હતું, વાંકાનેર નજીક ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહેલી કાર ડિવાઈડર સાથે અથડાતા મહિલાને ઇજા થઇ જતી…
જાણવા મળ્યા મુજબ અંજુબેન મદનમોહન (ઉ.37) નામના મહિલા કારમાં બેસીને વાંકાનેર નજીક ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થઈ હતી જેથી
તેને સારવાર માટે મોરબી લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી
હાથ ધરી છે. ઈજાગ્રસ્ત મહિલા મોરબીમાં વિજય ટોકીઝ પાસે રહેતા હોવાની માહિતી મળી છે…