જીયાણા ગામની સીમમાં મહિલાના પતિ ઉપર પણ હુમલો
રાજકોટ: તાલુકાના જીયાણા ગામે પતિ સાથે વાડી વાવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તેની સાથે મહિલાનો પતિ પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સે પત્નીની હત્યા કયાનું પતિએ પોલીસને જણાવ્યું હતું પરંતુ પોલીસને મૃતકના પતિએ જણાવેલી હકીકત ગળે ઉતરી ન હોય ફરિયાદી જ શંકામાં દાયરામાં આવ્યો હતો. પોલીસ તપાસ બાદ અંતે મોડી સાંજે ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલી હત્યારાને ઝડપી લીધો હતો ત્યારે હત્યારાએ પોલીસને હત્યા માટે જણાવેલ કારણ જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી. દંપતી સાથે હત્યારાએ દારૂ ઢીંચ્યા બાદ મહિલાના પતિ આરોપીને પોતાની પત્ની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. જેનો આરોપીએ ઈન્કાર કરતાં ઝઘડો થયા બાદ આરોપીએ ઉશ્કેરાઈ ફરિયાદીની પત્નીની હત્યા કરી નાંખી હતી…
અખબારી અહેવાલો મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપૂર, જિલ્લાનો વતની લખડીયા માંગલીયા પછાયા (ઉ.વ.60) છેલ્લા એક વર્ષથી પત્ની જમકુ ઉર્ફે રોમકી સાથે જીયાણા ગામે મનસુખભાઈ નાથાભાઈદોમડીયાની વાડી વાવે છે. અગાઉ તે બોટાદ તરફ, વાડી વાવતો હતો. તેણે પોલીસને એવું કહ્યું છે કે તેના પહેલા લગ્ન કુમલી નામની મહિલા સાથે થયા હતા. તેણે પોતાના વતનમાં એક વ્યક્તિની હત્યા કરી હતી. જેમાં ઇન્દોર જેલમાં સજા ભોગવતો હતો. પાછળથી તેની પત્ની કુમલીએ બીજા લગ્ન કરી લીધા હતાં. તેના થકી સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. જે હાલ પતિ સાથે સાવરકુંડલા વાડી વાવે છે. બાદમાં તેણે જમકુ ઉર્ફે રોમકી (ઉ.વ.આશરે 55 વર્ષ) સાથે બીજા લગ્ન કર્યા હતાં. ગઇકાલે રાત્રે નવેક વાગ્યાની આસપાસ બંને વાડીની પતરાવાળી ઓરડીમાં જમીને સૂઇ ગયા હતા ત્યારે અચાનક અજાણ્યો શખ્સ દરવાજો તોડી, અંદર ધસી આવ્યો હતો. આવીને બન્ને ઉપર ઉપર ધારિયાથી હુમલો કર્યો હતો. પત્નીને બચાવવા જતા લખડીયા ઘાયલ થયો હતો. ઓરડી બહાર નીકળી તે ભાગવા જતાં દિવાલ સાથે અથડાતા ફરીથી ઘવાયો હતો. ભાગતો હતો ત્યારે પત્નીને મને મારો મા એમ બૂમો પાડતી સાંભળી હતી. દરમિયાન બાજુની વાડીએ આવેલી એક મહિલાને વાડી માલિકને જાણ કરવા કહ્યું હતું.વાડી માલિક ત્યાં આવ્યા ત્યારે વાડીએ આવીને જોતાં પત્ની જમકુ ઉર્ફે રોમકી ઓરડીમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેના માથામાં ધારદાર હથિયારથી હુમલો થયાનું જણાયું હતું.વાડી માલિક મનસુખભાઈએ પોલીસ અને 108ને જાણ કરી હતી. 108ના સ્ટાફે તપાસતા પત્ની જમકુ ઉર્ફે રોમકીને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકન પી.આઈ ઈલા સાવલિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લખડીયાની ફરિયાદીને આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.આ ઘટનામાં ખરેખર શું બન્યું, કેવા સંજોગોમાં જમકુ ઉર્ફે રોમકીની હત્યા થઈ તે બાબતે એરપોર્ટ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા શરૂૂઆતમાં કોઈ માહિતી મળી ન હતી.
આખરે ક્રાઈમ બ્રાંચની ટીમને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. હત્યામ સંડોવાયેલ મૂળ એમપીના અલીરાજપુર જીલ્લાનો વતની અને હાલ જીયાણા ગામે બાબુભાઈ બોરસદીયાની વાડી વાવતા આરોપી કિશન તેરસિંહુ મેળા (ઉ.વ.26)ની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં ચોકાવનારી માહિતી સામે આવી હતી. તપાસમાં હત્યારાએ ક્રાઈમ બ્રાંચની ટીમેને જણાવ્યું કે ગઈકાલે ફરિયાદી લખડીયા, પત્નીઝમકુ ઉર્ફે રોમકી સાથે દારૂૂ પીધા બાદ બન્નેને વાડીએ મુકી જવાનું કહ્યું હતું. જેથી આરોપીની કેફિયત મુજબ તે બંનેને વાડીએ મુકવા આવ્યો હતો. તે વખતે ફરિયાદી લખડીયા અને તેની પત્નીએ નશાની હાલતમાં હતા લખડીયાએ તેને પોતાની પત્ની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. જેનો તેણે ઈન્કાર કરતાં ઝઘડો થયો હતો. અને વાત મારામારી સુધી પહોચી હતી. જેના અંતે તેણે ધારીયાના ઘા ઝીકી ઝમકુ ઉર્ફે રોમકીની હત્યા કરી તેના પતિને ઘાયલ કરી દીધો હતો…
ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બી બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર. ગોંડલિયા, પીઆઈ એમ.એલ. ડામોર, પીઆઈ એચ.સી. જાદવની ટીમના પીએસઆઈ એ.એન. પરમાર તથા પીએસઆઈ એમ.કે. મોવલિયા સાથે સ્ટાફાના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ કલાલ, વિજયરાજસિંહ, સંજયભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી…