મકાઈમાં છાંટવાની દવા પી જતા સારવારમાં
વાંકાનેરના ઢુવા ગામ નજીક બાઈક પરથી પડી જવાના બે અકસ્માતના બનાવો બનેલ છે….જાણવા મળ્યા મુજબ ઢુવા ગામ નજીક હળવદના જુના દેવળિયા ગામે રહેતા રંજનબેન નવઘણભાઈ કોળી નામના ૩૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા માથાના ભાગે ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા.
બીજા બનાવમાં માટેલ રોડ ઉપર આવેલ સીરામીક યુનિટમાં રહી મજૂરી કામ કરતા મુન્નાભાઈ બદીયાભાઈ ડીડોડ નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે બાઈકમાંથી પડી જતા ઈજા થતાં મોરબી સારવારમાં લઇ જવામાં આવ્યો હતો…
મકાઈમાં છાંટવાની દવા પી જતા સારવારમાં
ટંકારાના જબલપુર ગામે રહેતા અરવિંદભાઈ ધીરૂભાઈ પ્રજાપતિ નામના (ઉ.૫૫) વૃદ્ધ કોઈ કારણોસર મકાઈમાં છાંટવાની દવા પી ગયા હતા. જેથી ટંકારા ખાતે પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે મોરબી સિવિલે લઇ જવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.