વાંકાનેર તાલુકામાં દેશી દારૂ વેચતા આરોપીઓને પોલીસ ખાતું અવારનવાર પકડીને કાયદેસરની કાર્યવાહી કરે છે. નવાઈની વાત એ છે કે ગેરકાયદેસર આ પ્રવૃત્તિ માં મહિલાઓ પણ પકડાય છે.
વાંકાનેર તાલુકાના ભારતીય જાંબુડીયા ગામની સીમમાં નીરુભા પ્રવિણસિંહ ઝાલાની વાડી પાસે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા 1050 લિટર આથો તેમજ 110 લીટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો 10650 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી વિઠ્ઠલભાઈ તેજાભાઈ બાવળીયા જાતે કોળી (35) રહે. ભાયાતી જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી છે.
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની પાધેડા તરીકે ઓળખાતી સીમમાં ક્રીપાલસિંહ વિરેન્દ્રસિંહ ઝાલાની વાડી પાસેથી 200 લીટર આથો 400 રૂપિયાની કિંમત સાથે આરોપી સંદીપભાઈ લક્ષ્મણભાઈ સારદીયા જાતે કોળી (29) ની ધરપકડ કરી હતી

વાંકાનેરમાં આરોપી ભાનુબેન રાયધનભાઈ વાજેલીયા અરણીટીંબા ગામની સીમમા પાંચ બાવળના તળાવ પાસે ઝુપડામા ખરાબામા રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

વાંકાનેરમાં આરોપી સંગીતાબેન સુરેશભાઇ જખાણીયા સીંધાવદર થી ભોજપરા જતા રોડ પર રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

વાંકાનેરમાં આરોપી સંદીપભાઇ લક્ષ્મણભાઇ સારદીયા ભાયાતી જાંબુડીયા ગામની પાધેળા તરીકે ઓળખાતી સીમમાં દેશી દારૂ બનાવવાના ઠંડા આથા જેવું કેફી પ્રવાહી લીટર-૨૦૦ કિમત રૂપિયા ૪૦૦ સાથે મળી આવ્યો હતો.
વાંકાનેરમાં આરોપીઑ ગીતાબેન ગોરધનભાઇ માથાસુરીયા અને પાયલબેન અનિલભાઇ સાડમીયા ઢુવા બીગ સીરામીક સામે માટેલીયા નદીના કાંઠે રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
વાંકાનેરમાં આરોપી નટુભાઇ સોમાભાઇ વીરસોડીયા સીંધાવદર ગામના બસ સ્ટેન્ડ પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી ગેલાભાઇ રૂપાભાઇ જખાણીયા સીંધાવદર થી ભોજપરા રોડ પર એસ.એમ.સી. સ્કુલ સામે રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
