વાંકાનેર: તાલુકા અને સીટી પોલીસ સ્ટેશન દ્વારા દેશી દારૂ વેચાણ અંગેના રોજ રોજ દરોડા પાડવામાં આવે છે. આ દરોડામાં આરોપી તરીકે પુરુષો સાથે મહિલાઓના નામ આવી રહ્યા છે. આ બાબતમાં પુરુષ સમોવડી મહિલાઓ બની ર્હોવાનો ઘાટ સર્જાઈ રહ્યો છે. ગત 24 કલાકમાં પડેલા દરોડાઓમાં પાંચ પૈકી ચાર મહિલાઓ આરોપી બની છે, જે નીચે મુજબ છે.
(1) તીથવાના ચંપાબેન દેવરાજભાઇ જખાણીયા 48 કોથળી (2) તીથવાના જ રાધિકાબેન બચુભાઈ જખાણીયા 56 કોથળી (3) પલાંસડીના મધુબેન જેરામભાઈ પીપળીયા (4) માટેલ રોડ એરાકોન સીરામીક પાસેના ભારતીબેન અરવિંદભાઈ સાડમિયા 20 કોથળી (5) જયારે મિલપલોટ મચ્છોમાંના મંદિર પાસેથી જયંતિ અરજણભાઈ સરળ પાસેથી 4 કોથળી દેશી દારૂ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે…
ટ્રાફિક અંગેનો ગુન્હો:
તીથવાના સિરાજભાઈ માહમદભાઈ બાદી પોતાના હવાલવાળું એક્ટિવા નં GJ-36-AH-4631 ને ટ્રાફિકને અડચણ રૂપ રોડની વચ્ચોવચ્ચ ઉભું રાખતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.