રૂ.૧૬,૧૦૦/- ના મુદામાલ કબ્જે: ૧૦ આરોપી સામે કાર્યવાહી
જુના રાજાવડલામાં ત્રણ જુગાર રમતા પકડાયા
વાંકાનેર: પિચાશી વર્ષના મિલ પ્લોટના એક વૃદ્ધ મહિલાના જુગારના અખાડા પર પોલીસ ખાતાએ દરોડો પડી રૂ.૧૬, ૧૦૦/- ના મુદામાલ પકડીને કુલ દશ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરેલ છે…..
મળેલ જાણકારી મુજબ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે મહીલા રૂડીબેન કરશનભાઈ પુનાભાઈ ગોરીયા (ઉ. 85) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી આરોપી નં-૧ તથા આરોપી નંબર ૨ થી ૧૦ નાઓ બહારથી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાક મકાનમાં બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી તીનપતીનો હારજીતનો પૈસા પાના વડે જુગાર રમી રમાડતા કિંમત રૂ.૧૬, ૧૦૦/- ના મુદામાલ સાથે પકડેલ છે. પકડાયેલ આરોપીના નામો નીચે મુજબ છે….
(1) રૂડીબેન કરશનભાઈ પુનાભાઈ ગોરીયા (ઉ. 85) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી (2) અજયભાઈ મંગાભાઈ રાતોજા (ઉ.32) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી (3) ભુપતભાઈ ધરમશીભાઈ ઝાલા (ઉ.37) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી (4) શાહરૂખભાઈ હૈદરભાઈ જેડા (ઉ.22) રહે. મિલ પ્લોટ સહકારી મંડળી વાળી શેરી (5) સતીષભાઈ રઘુભાઈ કઉડર (ઉ.19) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી 
(6) મહેશભાઈ પ્રેમજીભાઈ બાવળીયા (ઉ.42) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી (7) આશીફભાઈ નુરમામદભાઇ બ્લોચ (ઉ.36) રહે. મિલ પ્લોટ ફાટક વાળી શેરી (8) કુણાલ મનસુખભાઈ માલકીયા (ઉ.19) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી (9) હસનભાઈ દોશમાહમદભાઈ મોવર (ઉ.25) રહે. મિલ પ્લોટ ફારુકી મસ્જિદ પાસે (10) અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા (ઉ.55) રહે. મિલ પ્લોટ ફારુકી મસ્જિદ પાસે
કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના આર્મ પો.હેડ.કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.હેડ.કોન્સે ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાધડીયા, મુકેશભાઇ પ્રેમજીભાઈ ચાવડા, પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, રાણીંગભાઇ નાજભાઇ ખવડ, હિતુભા મનુભા ઝાલા તથા વુ.એલ.આર.ડી હિનલબેન દિનેશભાઈ દ્વારા કરવામાં આવી હતી, ગુન્હો જુગાર ધારા કલમ-૪,૫ મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે….
જુના રાજાવડલામાં ત્રણ જુગાર રમતા પકડાયા
(1) રાજેશભાઇ ગાંડુભાઇ દલસાણીયા (56) (2) પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી (26) અને (3) કરણભાઈ શામજીભાઈ ડેડાણીયા (24) ગામ જુના રાજાવડલા ઠાકર મંદિર સામે ખુલા પટમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૬,૪૦૦/-સાથે પકડાયેલ છે પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે….
