કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિલા સહાયતા કેન્દ્રે ૧૨ વર્ષનું લગ્નજીવન તૂટતા બચાવ્યું

સફળ કાઉન્સેલિંગ

વાંકાનેરમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રએ સફળ કાઉન્સેલિંગ કરી એક દંપતીનું લગ્નજીવન તુટતા બચાવી લીધું છે ૧૨ વર્ષનો સંબંધ તૂટે નહિ માટે મહિલા સહાયતા કેન્દ્રએ ભરપુર પ્રયાસો કર્યા હતા અને પ્રયાસો સફળ થયા હતા અને દંપતીનું લગ્નજીવન તૂટતું બચાવી લેવામાં ટીમને સફળતા મળી છે

આજના આધુનિક યુગમાં છુટાછેડાના બનાવો સતત વધી રહ્યા છે જે સમાજ માટે ગંભીર વિષય છે જોકે છૂટાછેડાના બનાવો અટકાવવા સંસ્થાઓ પણ કાર્યરત છે અને મહિલાઓને મદદ કરતી અનેક સંસ્થાઓ સતત કામગીરી કરતી હોય છે વાંકાનેરમાં આવેલ મહિલા સહાયતા કેન્દ્રને અરજી મળી હતી જેમાં

પતિ પત્ની વચ્ચે સતત મતભેદ, શંકા અને ગેરસમજને કારણે ઘર કંકાશ સતત વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું જે અરજી મળતા મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવી, વનીતાબેન સોલંકી દ્વારા બંને પક્ષોને અલગ અલગ અને સંયુક્ત રીતે કાઉન્સેલિંગ અપાયું હતું

દંપતીને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું કાઉન્સેલિંગ કરીને બંને વચ્ચે પરસ્પર સંવાદ, વિશ્વાસ અને સહનશીલતા સાથે પરિવારનું મહત્વ સમજાવ્યું હતું ટીમના સતત પ્રયાસો સફળ થયા હતા અને બંને પતિ પત્નીએ પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો હતો અને દંપતીનું લગ્નજીવન તુટતા બચી ગયું હતું દંપતીએ મહિલા સહાયતા કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!