નિર્મલા કોન્વેન્ટ સ્કુલના વિદ્યાર્થી આર્ય પરમારની સિદ્ધિ
વાંકાનેર: નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરાટે & સ્પોટ્સ એસોશિએશન, નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શિહાન પ્રવિણકુમાર ચૌહાણના નેજા હેઠળ ઉદયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી હતી.
જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને બીજા અનેક રાજ્યોના કુલ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં વાંકાનેર નિર્મલા કોન્વેન્ટ સ્કુલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આર્ય રાજીવભાઈ પરમાર (બારોટ) નેશનલ કરાટે કોમ્પિટિશન રાજસ્થાન 2023 માં કોચ જય આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગોલ્ડ મેડલ જીતીને સ્કુલ તથા તેમના માત-પિતાનુ ગૌરવ વધાર્યુ છે.
કમલ સુવાસ તરફથી હાર્દિક શુભકામના.