કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો

જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો

લીંબાધાર શાળા

વાંકાનેર: મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી લેવાતી વસ્તુનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે કલેકટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા, મોરબી દ્વારા અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે ગત શનિવારે તમામ તાલુકાઑમાં કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી.જેમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર 17 સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ વાનગીઓ બનાવી હતી. જેમાં ગીતાબેન દલવાડી લીંબાધાર શાળા (વાંકાનેર) શાળાએ તૃતિય નંબર પ્રાપ્ત થયો હતો.

આ સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો, ઢોકળા, સરગવાના મુઠીયા, બાજરીના ગોલ ગપ્પા, બાજરાના પુડલા,પંચ રત્ન ખીચડી, મિક્ષ કઠોળ, શિરો, ભરેલા રીગણા, પાલક મુઠીયા અળવીના પુડલા, થેપલાં પુરણ પોળી, વગેરે

વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 6 છ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!